Saturday 17 October 2015

Collection (Steps toward destroying)

Some of my GAZALS and POEMS collection ..

1) તને કહ્યા વગર સામુ જોયા કરવાનું સારું લાગે છે ,
    તું ના હો ત્યારે પણ તને વિચારતા રહેવું સારું લાગે છે..
    કરે છે તું પણ આ જ, ગમું છું હું પણ તને,
    એટલે જ મારી રચના માં તારા વિશે લખતા રહેવું સારું લાગે છે..
    આંખ બંધ કરી તારી કલ્પના કરવાનું સારું લાગે છે ,
    એટલે જ દરેક વસ્તુ ને તારી સાથે સાંકળતા રહેવાનું સારું લાગે છે..
    મારી દરેક ધડકન નો શ્વાસ તારાથી જ ચાલે છે,
    એટલે જ દરેક ક્ષણે તને યાદ કરતા રહેવું સારું લાગે છે .!

2)  મેઘધનુષી રંગો તે ના પૂર્યા ના મેં પૂર્યા ,
     બસ ખાલી પછી ના ઘસરકા આમ તેમ માર્યા કર્યા..
     એવા તે શું કામ રહ્યા કે.
     બસ ઉદાસી ના જામ પીધા કર્યા..
     તું ડૂબતી ચાલી મારા અંતર માં ,
     તે પ્રેમગીત અમને ગાતા કર્યા..
     ઉઘડ્યા ના દ્વાર કદીયે તારા મનમાં ,
     તોય થડકારા મન માં વાગ્યા કર્યા..
      હાસ્ય આવું કૈક ઝડપાયું મારા નયનો માં ,
     ને ધબકારા મારા બસ વધતા ચાલ્યા ..!

3)   સવારનું પેહલું કિરણ આંખ પર પડ્યું ,
       મારા અંધારા સપના નો લય તોડવો પડ્યો ,
                       ને મારું મન ખાતું થય ગયું  ..
       કડકડતી ઠંડી માં વહેલા ઉઠવું પડ્યું ,
       સવારના પહોરમાં દુધવાળા ની બુમ સંભાળવી પડી ,
                        ને મારું મન ખાતું થય ગયું  ..
       આળસ મરડીને , ઓશિકા ને ગળે વળગાડીને ,
       મમ્મી નો મીઠો અવાજ સાંભળી ઉઠવું પડ્યું ,
                        ને મારું મન ખાતું થય ગયું  ..
       અલાહ ની નમાઝ કાન માં ગુંજી ઉઠી , 
       દિલ માં તે સંભાળવાની મીઠી આસ પ્રગટી ઉઠી ,
       પણ સાયકલ નો ખટરાગ અને સૂર્ય નો ઝગમગાટ સ્પર્શવો પડ્યો ,
                        ને મારું મન ખાતું થય ગયું  ..
       સપના નો સાગર હિલ્લોળા લેતો હતો,
        અને અચાનક આંખ માંથી આંસુ સારી પડ્યું ,
                       ને મારું મન ખાતું થય ગયું  ..


4)     આભે ખોલી આંખ ,
         વાદળો જતા રહ્યા દુર ,
          શું સપનું હતું એ ?

         ધરતી અ કર્યો ઝાકળ નો સ્પર્શ ,
          ક્ષિતિજ જતી રહી દુર ,
          શું સપનું હતું એ ?

           પાને રંગ્યું પોતાને પીળાશ થી ,
           વસંત જતી રહી દુર ,
            શું સપનું હતું એ ?

           કર્યો કોઈં પ્રેમ નો એકરાર ,
            પ્રેમ જતો રહ્યો દુર ,
          શું સપનું હતું એ ?

5)       કઈ કેટલાય મન ના virus ભૂસ્યા ,
          તોય તારો અ softtouch યાદ આવ્યો। .
           આંખો ની screen કેટલીય વાર turn off કરી ,
            તોય તારો અ pic યાદ આવ્યો। .
           જેટલી વાર દિલ ની drive મેં format કરી ,
           તોય તું પાછો download થય યાદ આવ્યો।.
          delete કર્યું તારું નામ કેટલીય વાર મન માંથી ,
          તોય તારા નામ ની error આવતા તું યાદ આવ્યો। .
           ના કરી શકી આપની relationship  restart ,
           તોય જયારે જયારે આંસુ ઓં નું output  વધ્યું ,
                                      ત્યારે ત્યારે યાદ આવ્યો। ..
                                                                                       - Kemil Ghoghari

Some of the two liners ...

કોઈ ની જાન બચાવવા બેઠી છું ,
બ્લેડ ની ધાર કાઢવા બેથી છું। .

 બુલંદી પર પણ બહુ ભીડ લાગેલી છે ,
રોજ કેટલાય 'અશ્ક' સારી પડે છે। .

તારા અસ્તિત્વ ની સાબિતી આપવી પડશે ,
હવે તો સપના પણ એ હકીકત થી દુર ભાગે છે। .

તારી આંખો એ એવો નશો ચડાવી દીધો ,
હવે તો કસુંબો પણ ફિક્કો લાગે છે। .

એકમાત્ર તને પ્રેમ કરવા બેઠા છીએ ,
કાગળ પર અક્ષર અક્ષર રમવા બેઠા છીએ। .
                                                                                           - Kemil Ghoghari 


No comments:

Post a Comment